Skip to main content
Maldhari Samaj એકતા • સેવા • વિકાસ
ગુજરાતી English

Rabari

  1. Home
  2. Sub-castes
  3. Rabari

A major sub-caste of the community.

This sub-caste has its own distinct traditions.

રબારી સમાજની ઉત્પત્તિ વિશે એકસરખો મત નથી, પરંતુ પ્રચલિત મતો નીચે મુજબ છે:

ઘણા વિદ્વાનો અને સમાજના લોકો માને છે કે રબારી, રાયકા, દેસાઈ, દેવાસી, હીરાવંશી વગેરે નામે ઓળખાતી આ જાતિ મૂળ રાજપૂત જાતિમાંથી ઉતરી આવી છે.

કેટલીક દંતકથાઓ મુજબ, આ જાતિ દેવોના વંશજો માનવામાં આવે છે, તેથી તેમને દેવાસી પણ કહેવાય છે.

રબારીઓને રાયકા નામે પણ ઓળખવામાં આવે છે, ખાસ કરીને રાજસ્થાન (મારવાડ) વિસ્તારમાં, જ્યાં તેમને યોદ્ધા અને સેનાપતિ તરીકે પણ ઓળખ મળી હતી
રબારી સમાજના ઇતિહાસમાં અનેક સંતો, શૂરવીરો અને લોકનાયકોનો ઉલ્લેખ મળે છે, જેમ કે:

સંત શ્રી આપાજાલા રબારી (જલારામ બાપાના પૂર્વજન્મ સાથે જોડાયેલી કથા)

સામડના શૂરવીર શ્રી આપા સાગુયા

રાયકા યોદ્ધાઓ (મારવાડ/જોધપુર વિસ્તારમાં)

બાણ માતા, દેવલબાઈ રબારી વગેરે સાથે જોડાયેલી કુળદેવી અને ગ્રામદેવી પરંપરાઓ.

આ બધાં પાત્રો અને કથાઓ રબારી સમાજની શૂરવીરતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે
મુખ્ય પરંપરાઓ
૧. પશુપાલન અને ભ્રમણશીલ જીવન
પરંપરાગત રીતે રબારીઓ પશુના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ (ખાનદાની મલધારી) જીવન જીવતા હતા.

હવે સમગ્ર ભારતમાં સ્થાયી થયા છે અને અન્ય વ્યવસાયો પણ અપનાવ્યા છે, પરંતુ પશુપાલન આજે પણ મુખ્ય વ્યવસાય છે.

ઘેટાં-બકરાં રાખનારને ભરવાડ અને ગાય, ભેંસ, ઊંટ વગેરે પાળનારને રબારી કહેવાય છે.

૨. દેવી-દેવતાઓની પૂજા પદ્ધતિ
રબારી લોકો પોતાના દેવી-દેવતાઓને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતા નથી, પરંતુ પાલખીમાં રાખે છે.

આ પરંપરા પ્રાચીન સમયથી ચાલે છે, જ્યારે મક્કા-મદીનાના વિસ્તારોમાં મૂર્તિ પૂજાનો વિરોધ થતાં લોકો પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને ભારતમાં આવ્યા હોવાની માન્યતા છે.

હિંગળાજ માતાનું મૂળ સ્થાનક બલુચિસ્તાનમાં અને સિકોતેર માતાનું મૂળ સ્થાનક સિંધમાં હતું, જે આજે પણ પૂજાય છે.

૩. વસ્ત્ર-પરંપરા અને દાગીના
રબારી સ્ત્રીઓ ઉનના કાળા કપડાં પહેરે છે અને ચોટલાથી પગના ટેરવા સુધી જાતજાતના દાગીના પહેરે છે, જે જોનારને આકર્ષિત કરે છે.

ઉત્તર ગુજરાતની રબારણ બહેનો કાળા નવા સાડલાને કોર-પાલવ કરીને પહેરે છે, જે રાઈ અપ્સરાની કથા સાથે જોડાયેલી પરંપરા છે.

પુરુષો પરંપરાગત રીતે હાથમાં ડાંગ, પગમાં દેશી પગરખાં અને ભરાવદાર મૂછો સાથે જોવા મળે છે.

૪. વિસોતર (૧૩૩) અટકોની પરંપરા
રબારીઓ પોતાને ‘વિસોતર’ કહેવરાવવામાં ગૌરવ સમજે છે.

વહીવંચા પરંપરા મુજબ વિસોતર એટલે ૨૦ + ૧૦૦ + ૧૩ = ૧૩૩ અટકો, જેમાં ૨૦ રાજપૂત અટકોનો પણ સમાવેશ થાય છે.

આ અટકોમાં પરમાર, રાઠોડ, પઢિયાર, સોલંકી, ચૌહાણ, ગોહિલ, મકવાણા, ચાવડા, જાદવ, કાછેલા જેવી રાજપૂત અટકો જોવા મળે છે.

૫. બારોટ (પીર) અને વહીવંચા પરંપરા
રબારીઓના પણ વહીવંચાઓ (બારોટો) છે, જેમને ‘પીર’ તરીકે માનપાન આપવામાં આવે છે.

લગ્ન આદિ શુભ પ્રસંગોએ તેમને આમંત્રણ અપાય છે અને ‘દાપુ’ આપીને કુટુંબના છોકરા-વહુના નામ તેમના ચોપડે લખાવાય છે.

રબારીઓના બારોટોના ચોપડા નવમી સદીથી શરૂ થયેલા છે અને આજે પણ બોડી લિપિમાં લખાય છે.

૬. શૂરવીરતા અને ઐતિહાસિક ભૂમિકા
મહાભારત યુગથી મધ્ય યુગ સુધી રાજામહારાજાઓના ખાનગી સંદેશા પહોંચાડવાનું કામ અને બહેન-દીકરી-પુત્રવધુઓને તેડવા કે મૂકવા માટે અતિવિશ્વાસપૂર્વક રબારીનો ઉપયોગ કરવામાં આવતો હતો.

પાંડવો પાસે અનેક માણસો હોવા છતાં મહાભારતના યુદ્ધ સમયે વિરાટનગરીથી હસ્તિનાપુર રાતોરાત સાંઢણી ઉપર સાડા ચારસો માઈલનું અંતર કાપી ઉત્તરાને હેમખેમ પહોંચાડનાર રત્નો રખેવાળ રબારી હતો.

ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યું ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, મહારાજા હમીરદેવનો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડનાર સાંઢણી સવાર રબારી જ હતો.

૭. શ્રીકૃષ્ણ સાથેનો સંબંધ
દંતકથા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી નીકળી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે હાલારનો મચ્છુ કાંઠો દેખાયો અને ગોવાળ-ગોવાલણોએ આગળ વધવાની ના પાડી.

શ્રીકૃષ્ણે આહીરો અને રબારીઓની છાતીમાં એક-એક ધબ્બો મારી વરદાન આપ્યું કે "તમારી તેગે અને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને રોટલો (ભોજન) ખૂટવા નહીં દઉં."

આજે પણ આહીરની અજોડ તલવાર અને રબારીનો રોટલો અજોડ છે એવી માન્યતા છે.

૮. સાંબડ અને રાઈની કથા
રબારીઓના આદ્યપુરુષ સાંબડ (સાંબલ)ને પાર્વતીજીએ ઊંટ ચરાવવાનું કામ સોંપ્યું હતું.

સાંબડના લગ્ન રાઈ નામની અપ્સરા સાથે થયા અને તેમના પુત્રો માતાના નામે રાયકા કહેવાયા.

સાંબડની શાખ આજપર્યંત અતિ પવિત્ર ગણાય છે અને રબારીઓ સમડાના વૃક્ષને પવિત્ર માને છે.

૯. સ્થળાંતર અને વસવાટ
રબારીઓ મૂળે બલુચિસ્તાનમાંથી આવ્યા હોવાની માન્યતા છે અને ત્યાંથી પંજાબ, સિંધ, મારવાડ આવ્યા અને ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવેશ્યા.

સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યા પછી રબારીઓ ગીર, નાધેર, બરડો, બારાડી, કચ્છ, ઓખા અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વસી ગયા.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રબારીઓ ૪૦ જેટલા પંથકોમાં પથરાયેલા છે.

૧૦. આધુનિક પરિવર્તનો
૨૧મી સદીમાં શિક્ષિત સમાજના સંપર્કમાં આવવાથી રબારીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને સરકારી નોકરી, વ્યાપાર, ઉદ્યોગ, ખેતી વગેરે વ્યવસાયો અપનાવ્યા છે.

છતાં પણ આ સમાજમાં રિતિ-રિવાજ, પોશાક, ખોરાક જેમના તેમ જ રહ્યા છે અને પરંપરાગત સંસ્કૃતિ જાળવી રાખી છે.
Share:

Become part of the Samaj

Register today to connect with families, find jobs, learn new skills and more.